Wednesday, January 22, 2025
No menu items!
HomeYojnaVahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/-...

Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે. -જાણો અરજી ક્યાં કરવી?

વ્હાલી દીકરી યોજના 2025 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahli Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે. -જાણો અરજી ક્યાં કરવી?
Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે. -જાણો અરજી ક્યાં કરવી?

 

            ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવોસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

        મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમસખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Vahali Dikri Yojana 2025

Table of Contents

            મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2025 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

Highlight Point of Vahali Dikari Yojana 2025

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2025
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુ આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે? ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી? Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામું Vahli Dikari Yojana Sogandnamu Remove
Vahli Dikari Yojana Application Form Vahli Dikari Yojana Application Form PDF

Vahli Dikri Yojana 2025 નો હેતુ

        વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

1.      દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.

2.      દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.

3.      દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.

4.     બાળલગ્ન થતા અટકાવવા.

5.  દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  6. માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે. -જાણો અરજી ક્યાં કરવી?
Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે. -જાણો અરજી ક્યાં કરવી?
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments