ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?
લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે. જે અન્વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો
સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.
How to Online Application Vahali Dikri Yojana 2025 | વ્હાલી દીકરી યોજના 2025 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.
સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?
અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટર
તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.
વહાલી દીકરી યોજના 2025 pdf ક્યાંથી મેળવવું
કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.
1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે
2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.
3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.